આ પોસ્ટમાં તમને સ્વર એટલે કે અ,આ,આ,ઈ...વગેરેથી શરૂ થતાં રૂઢી પ્રયોગો મળી રહેશે....
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
અન્ય લિંક્સ
"સ્વર"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો
- અક્કલનું તાળું ઉઘડવું - બુદ્ધિ આવવી
- અક્કલનું ઓથમીર - બુદ્ધિ વગરનું
- અક્કલ મારી જવી - મૂર્ખતા આવવી
- અક્ષરો ઘાટા કરવાં - વધારે યાદ આવવું
- અખાડા કરવા - જોયું ના જોયું કરવું, લક્ષ્ય ન આપવું
- અગસ્ત્યના વાયદા - ખોટા વાયદા, મુદત કદી પૂરી ન હોવી
- અડધી રાતે - કટોકટીની પળે
- અડ્ડો જમાવવો - કાયમી મુકામ કરી જવો
- અધીરા બનવું - ખૂબ જ ઉતાવળા થવું
- અન્નજળ ઉઠવું - જીવવા જેવી સ્થિતિ ના હોવી
- અનેક રંગો જોવા - અનેક અનુભવો થવા
- અર્પણ કરવું - માનપૂર્વક આપી દેવું
- અભિષેક કરવો - જળથી સ્નાન કરાવવું
- અવતાર ઉજાળવો - ગૌરવપૂર્વક જીવવું
- અંગારો પાકવો - કુળને કલંક લગાડે તેવો પુત્ર નીવડવો
- અંજાઈ જવું - પ્રભાવિત થવું
- અંતરમાં ફાળ પડવી - મનમાં ડર લાગવો
- અંધકાર ઊતરવો - રાતની શરૂઆત થવી
- અંધારામાં રાખવું - જાણ ન કરવી
- આકાશ તૂટી પડવું - ઓચિંતા મુશ્કેલી આવવી
- આકાશ-પાતાળ એક કરવાં - ખૂબ પરિશ્રમ કરવો
- આગ પી જવી - ક્રોધને કાબુમાં રાખવો
- આગ ઠારવી - ક્રોધને શાંત પાડવો
- આગ ફાકવી - ક્રોધ ભરાવવો
- આગ લગાડવી - કંકાસ કરાવો
- આગળ પેટ હોવું - ખોરાકની આવશ્યકતા હોવી
- આડા ઉતરવું - વિઘ્નરૂપ બનવું
- આડા ફરવું - વિરોધ દર્શાવવો
- આત્માની ગુલાબી કોળવી - આત્માનું તેજ ઝળહળવું
- આનાકાની કરવી - હા-ના કરવી
- આબરૂના કાંકરા કરવા – ફજેતી થવી, બેઆબરૂ થવું
- આભપરાનો છાંયો મૂકીને માગવું - ઉત્તમ જમીનને બદલે અન્ય જમીન માંગવી
- આયુધારા વહેવી - આવરદા વધવી, જીવતાં રહેવું
- આસમાન તૂટી પડવું – અતિશય દુ:ખ આવી પડવું
- આંખ ઊઘડવી – ભાન થવું, સમજાવું
- આંખ ચોળીને રહેવું - રડવું
- આંખનું ઊંડાણ માપવું - તાકાત વિશે ખ્યાલ બાંધવો
- આંખ ફરી જવી - ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી
- આંખ ફાટી જવી - આશ્ચર્યચકિત બનવું
- આંખ ભીની થવી - લાગણીસભર થવું
- આંખ મળી જવી - ઊંઘ આવવી
- આંખ માંડવી - એકાગ્રતાથી ધારી ધારીને જોવું
- આંખ મિંચાઈ જવી - મરણ પામવું
- આંખ મિચામણાં કરવાં - જોયું ન જોયું કરવું
- આંખ સામે તરી રહેવું - એવું ને એવું દેખાવું
- આંખમાં આંજવું - ઊંઘમાં પણ યાદ રાખવું
- આંખમાં ઝળઝળીયા આવી જવાં - આંખમાં આંસું આવવા
- આંખમાં ધૂળ નાખવી - છેતરવું
- આંખ સામે આંખ ન મંડાવી - જોવાની હિંમત ના હોવી
- આંખે આંસુનું તોરણ બંધાઈ જવું - એકધારું રડ્યા કરવું
- આંખો ફાડીને જોઈ રહેવું - તાકી તાકીને જોઈ રહેવું
- આંખોમાંથી પાણી વહી જવું - સતત આંસુ સરવાં
- આંખો વરસવા માંડવી - આંખમાંથી આંસુ સરવાં
- આંખો કાઢવી - ધમકી આપી ડરાવવું
- આંગણું ઘસી નાખવું - વારંવાર જવું
- આંગળીથી નાખ વેગળા - ભેદભાવ હોવો
- આંચ ના આવવી - નુકસાન ન થવું
- આંતરડી કકળવી - નીશાસા નાખવા, દિલમાં અસહ્ય વેદના થવી
- આંધળી બલા વળગવી - અવિચારી ઉપાધિ આવી પડવી
- ઓળઘોળ થઈ જવું - ન્યોછાવર થઇ જવું, ઓવારી જવું
- ઓછું આવવું - માઠું લાગવું, દુઃખ થવું
- ઓછું આવવું - મન દુભાવવું તે
- ઈડરિયો ગઢ જીતવો - ખૂબ મોટું પરાક્રમ કરવું
- ઊંઘ ઊડી જવી - ચિંતાતુર થઈ જવું
- ઊતારી પાડવું – અપમાન કરવું
- ઉપર ઉઠવું - ચડીયાતા થવું
- ઉડીને આંખે વળગવું - તરત ધ્યાન પર આવવું
- ઊંબરે ઊભવું - એક તરફ થઈ જવું, અલગ પડી જવું
- ઊંચાળા ઉપાડવા - એક જગ્યાએથી ચીજવસ્તુઓ સાથે બીજી જગ્યાએ જવું
- એક જ તંબુરો વાગી રહેવો - એક જ વિચાર આવ્યા કરવો
- એક ઘા ને બે કટકા - ચોખ્ખે ચોખ્ખું કહેવું
- એકડો કાઢી નાખવો - ગણતરીમાંથી બાકાત કરવું
- એકના બે ન થવું-પોતાની વાતમાં મક્કમ રહેવું
- એક લાકડીએ હાંકવું - બધાને સરખા ગણીને વર્તવું
- એલાન આપવું - આદેશ આપવો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો