ગુરુવાર, 5 માર્ચ, 2020

"ઘ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "ઘ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે....
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત


  1. ઘર આગળ કરી શકાય તેમ ન હોવું - ઘરમાં શક્ય ન હોવું
  2. ઘર ઊજળું થવું - ઘરની આબરુ વધવી
  3. ઘર પૂછતા આવવું - મદદ ખોળતા આવવું
  4. ઘર વખાઈ જવું - પાછળ વારસ ના હોવો
  5. ઘડીના છઠ્ઠા ભાગમાં – ટૂંક સમયમાં
  6. ઘડો ફૂટવો - વાત જાહેર થવી
  7. ઘા અસહ્ય થઈ પડવો - આઘાત સહન ન થવો
  8. ઘાએ ચડવું - લાગમાં આવવું
  9. ઘાણ કાઢવો - સંહાર કરવો
  10. ઘા દેવો - પ્રહાર કરવો
  11. ઘા પર મીઠું ભભરાવવું - દુઃખીને વધારે દુઃખી કરવા
  12. ઘાસ કાપવું - નકામી મેહનત કરવી
  13. ઘીના ઠામમાં ઘી પડવું - ઉચિત કે સારા વાના થવાં
  14. ઘોળીને પી જવું - ન ગણકારવું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...