ગુરુવાર, 5 માર્ચ, 2020

"ત"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "ત" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. તડકો છાંયડો વેઠવો - સુખ દુઃખ સહન કરવા
  2. તરંગે ચઢી જવું - વિચારમાં પડી જવું
  3. તલવાર તાણવી - સંઘર્ષમાં ઉતરવું
  4. તાકડો સાધવો - યોગ્ય વખત જોઈને કામ કરવું
  5. તાનમાં હોવું - આનંદમાં હોવું
  6. તાળી લાગવી - લગની લાગવી, એકતાન થવું
  7. તુરીયાનો તાર જાગવો -  સમજણશક્તિનો ઉદય થવો
  8. તેડી લાવવું - બોલાવી લાવવું
  9. તેડું મોકલવું - નોતરું મોકલવું
  10. તેલ કાઢવું - થાકી જાય તેવી રીતે કામ લેવું
  11. તૈયાર ન હોવું - ઈચ્છા ન હોવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...