ગુરુવાર, 5 માર્ચ, 2020

"જ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "જ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. જડ કાઢવી - મૂળમાંથી નાબૂદ કરવું 
  2. જહાંગીરી ચલાવવી - જોહુકમી ચલાવવી
  3. જળ મૂકવું - પ્રતિજ્ઞા લેવી
  4. જોખમ ખેડવું - સાહસ કરવું
  5. જાત ઘસી નાખવી - તનતોડ મહેનત કરવી
  6. જાત ભૂલી જવી - શરીરને કામથી ઘસી નાખવું
  7. જામગરી ચાંપવી - ઉશ્કેરણી કરવી
  8. જિંદગીનો થાક અનુભવવો - જિંદગીથી કંટાળી જવું
  9. જીભ ન ઉપડવી - બોલવાની હિંમત ન થવી
  10. જીભ લાંબી હોવી - ફાવે તેમ બોલવું
  11. જીવ ઉંચો થઇ જવો - ઉચાટ થવો, ચિંતા થવી
  12. જીવ ચકડોળે ચડવો - અનેક જાતના વિચારો આવવા
  13. જીવ પડીકે બાંધવો - ભારે ઉદ્વેગ થવો
  14. જીવ બળી જવો - ચિંતા થવી
  15. જીવતર ધૂળ હોવું - જીવતર નિરર્થક હોવું
  16. જીવતા મુઆ જેવા હોવું - જીવન વ્યર્થ હોવું
  17. જીવ ન ચાલવો - હિંમત ન ચાલવી
  18. જીવમાં જીવ આવ્યો - ભય દૂર થતાં નિરાંત થવી
  19. જીવનું જોખમ ખેડવું - મરણિયા પ્રયાસ કરવા, સાહસ કરવું
  20. જીવ ઠરવો - સંતોષ થવો.
  21. જૂનો સમય તાજો કરવો - ભૂતકાળની વાતો યાદ કરવી
  22. જીવ તાળવે તોળાવવો – જીવ જોખમમાં મુકાવો
  23. જોતરાઈ જવું - કામે લાગી જવું
  24. જોરશોરથી મંડી પડવું - કોઈ કામમાં પૂરી શક્તિ વાપરવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...