ગુરુવાર, 5 માર્ચ, 2020

"ચ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "ચ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે....
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. ચકમક ઝરવી - ઘર્ષણ થવું
  2. ચકળવકળ આંખો ફેરવવી - ફાટી આંખે આમતેમ જોવું
  3. ચકિત થઈ જવું - ખૂબ આશ્ચર્ય પામવું
  4. ચડયે ઘોડે આવવું - ઉતાવળ કરવી
  5. ચણાના ઝાડે ચડાવવું - ખોટા વખાણ કરવા
  6. ચરણે બેસી જવું - શિષ્ય બની જવું
  7. ચશમપોશી કરવી - દીઠું અદીઠું કરવું
  8. ચસકી જવું - મગજ ઠેકાણે ન રહેવું
  9. ચાંચેથી પૂરા કરવા - ચાંચમાં લઈ ખાઇ જવું
  10. ચાનક ચડવી - ઉત્સાહ આવવો
  11. ચાર દા'ડાનું ચાંદરણું - થોડા સમયનું સુખ
  12. ચાર દિવસની ચાંદની - થોડા સમયનું સુખ
  13. ચાર હાથવાળા થવું - લગ્ન કરવાં
  14. ચારે છેડા ભરી જવા - ચારે બાજુથી પ્રેેમ મેેળવવો
  15. ચાલતી ગાડીયે ચડી જવું - વધુ મતમાં જોડાઈ જવું
  16. ચિત્ત ચિરાવું - ઊંડો આઘાત લાગવો
  17. ચીનનો શાહુકાર - પાકો ગઠિયો
  18. ચીલો પાડવો - નવો રિવાજ પાડવો
  19. ચેન ન પડવું - નિરાંત ન થવી, નિશ્ચિંત ન થવું
  20. ચોકી કરવી - દેખભાળ રાખવી, નજર રાખવી
  21. ચોટલી બાંધીને ભણવું - અભ્યાસમાં તલ્લીન થઈ જવું
  22. ચોપડા ચોખ્ખા કરવા - હિસાબ કરવો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...