ગુરુવાર, 5 માર્ચ, 2020

"બ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "બ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો - અતિશય ચિંતાતુર થઈ જવુ
  2. બગલો ઊંચી કરવી - દેવાળું કાઢવું
  3. બટ્ટો લાગવો - કલંક લાગવું
  4. બની જવું - છેતરાઈ જવું
  5. બરડો થાબડવો - હિંમત આપવી
  6. બળ ઊભરવુ - હિંમત આવવી, શક્તિ આવવી
  7. બળતામાં ઘી હોમવું - ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું
  8. બાજી કથળવી - સ્થિતિ પ્રતિકૂળ થઈ જવી
  9. બાજી ધૂળમાં મેળવવી - યોજના ઊંધી વાળી દેવી
  10. બારણે હાથી ઝૂલવા - ખૂબ શ્રીમંત હોવું, ધનવાન હોવું
  11. બારમો ચંદ્રમા હોવો – દુશ્મનાવટ હોવી
  12. બારે મેઘ વરસવા - પુષ્કળ કમાણી થવી
  13. બાવડાનાં બળથી - જાત મહેનતથી
  14. બીડું ઝડપવું - કપરું કામ માથે લેવું
  15. બે આંગળ સ્વર્ગ બાકી રહેવું - ગર્વનો પાર ન હોવો
  16. બેઠાં બેઠાં ખાવું - શ્રમ કર્યા વગર ઉપભોગ કરવો
  17. બેડો પાર થવો - સફળતા મળવી 
  18. બે પૈસા પાસે હોવા – શ્રીમંત હોવું, મિલકત હોવી
  19. બે પાંદડે થવું - સુખી સંપન્ન થવું
  20. બોલ ઉપાડી લેવો - પડકાર ઝીલી લેવો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...