ગુરુવાર, 5 માર્ચ, 2020

"લ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "લ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. લક્ષ્યાંક પર પહોંચવું - અંતિમ લક્ષ્ય કે ઉદ્દેશ સુધી પહોંચવું
  2. લપડાક ચોડી દેવી - તમાચો મારી દેવો
  3. લમણાંમાં રહી જવું - યાદ રહી જવું
  4. લાગમાં આવવું - તક મળવી
  5. લાડ લડાવવા - અતિશય વહાલ કરવું
  6. લીલી સૂકી જોવી - સુખ દુઃખ જોવું
  7. લોઢાના ચણા ચાવવા - મુશ્કેલ કાર્ય કરવું
  8. લોભેલોભે આવવું - કઇંક મેળવવાની આશા રાખવી
  9. લોહી ચૂસવું - આર્થિક શોષણ કરવું
  10. લોહીનાં આંસુ પાડવાં - અતિ દુઃખ થવું
  11. લોહીનું પાણી કરવું - સખત મહેનત કરવી 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...