ગુરુવાર, 5 માર્ચ, 2020

"વ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "વ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. વટ પડી જવો - મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા
  2. વહારે ચડવું - મદદે આવવું
  3. વહારે ધાવું - મદદે આવવું, સહાય કરવાં આગળ આવવું
  4. વહાણા વાઈ જવા - સમય જતો રહેવો
  5. વહેમ રમ્યા કરવો - સતત શંકા થવી
  6. વળ રાખવો - અંટસ રાખવી
  7. વળે વળ ઉતારવો - બંધ બેસતી ગોઠવણી કરવી
  8. વાણી ખોવાઈ જવી - મૌન થઇ જવું, કંઈ
  9. વાતે વળગવું - વાતો કરવામાં વ્યસ્ત રહેવું
  10. વાદળ તૂટી પડવું - મુસીબતો સામટી આવી જવી 
  11. વારી જવું - ફિદા થઈ જવું
  12. વાવડ ઉતરી આવવા - સમાચાર મળવા
  13. વાર્યા ન વરવું - સમજાવવા છતાં ન માનવું
  14. વાયુ થઈ જવું - આંતરડામાં વાયુનો ગોળો ચડવો
  15.  બોલવાનું ન સૂઝવું
  16. વાંકુચૂકું ન પાડવું - માઠું ન લગાડવું
  17. વિદાય લેવી - જવા માટે છુટા પડવું
  18. વીલા મોઢે - ઉદાસ ચહેરે
  19. વિષાદ ડોકાવો - ગભરામણ દેખાવી
  20. વેઠે જ ઉપાડી લેવા - મંજુરી કરવા લઇ જવા
  21. વેઠ ઉતારવી - જવાબદારીમાંથી છૂટવું

1 ટિપ્પણી:

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...