આ પોસ્ટમાં તમને "ન" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
- નખ પર દહાડા ગણવા - અત્યંત આતુરતાપૂર્વક રાહ જોવી
- નજરે ચડવું - ધ્યાનમાં આવવું, નજરમાં આવવું
- નજરે પડવું - દેખાવું, ધ્યાનમાં આવવું
- નજર બગાડવી - ખરાબ દાનત થવી
- નવ નેજાં થવાં - મહામુશ્કેલી પડવી
- નાક કપાવું – આબરૂ જવી
- નાક લઈ જવું - આબરૂ ધૂળમાં મેળવવી
- નાક લીટી તાણવી - અત્યંત દિન ભાવે શરણે જવું
- નાકે દમ આવી જવો - ખૂબ હેરાન પરેશાન થઈ જવો
- નાડ પકડવી - ખરું કારણ જાણવું
- નાતરું કરવું - પુનર્લગ્ન કરવા.
- નાદ લાગવો - ધૂન લાગવી
- નામ ઉપર પાણી ફેરવવું - આબ ખોવી
- નામ કાઢવું - આબરૂ કાઢવી
- નામ ને રૂપ મિથ્યા કરવું - નિર્મોહી થઈને જીવવું
- નિયમ લેવો - વ્રત લેવું
- નીચે પડવું - વધારે ઉતરતાપણું દર્શાવવું
- નિઃશબ્દ બની જવું - શાંત થઈ જવું
- નિશાન ઊંચું રાખવું - લક્ષ્ય કે ઉદ્દેશ ચડિયાતું રાખવું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો