આ પોસ્ટમાં તમને "મ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
- મગજમાં ઉતરવું - સમજાય જાવું
- મગજમાં રાઈ હોવી - મિજાજ હોવો કે અભિમાન હોવું
- મજાનો ખોરાક મળી જવો - પંચાત કરવાની તક મળી જવી
- મનમાં કંઇક ઉતારવું - મનમાં કંઇક નક્કી કરવું
- મનસૂબો કરવો - નિશ્ચય કરવો
- મનમાં ગાંઠ વાળવી - નક્કી કરવું, મજબૂત માન્યતા બંધાઈ જવી
- મન ભાંગી પડવું - નિરાશ થવું
- મનમાં માર્ગ કરી દેવો - દિશા મળી જવી
- મનના મેલા હોવું - ખરાબ દાનત હોવી
- મનનો ડૂમો કાઢી નાખવો - મનની મૂંઝવણ દૂર કરવી
- મહેનત લુંટવી - પરસેવાની કમાણી પચાવી પડવું
- માંગા પાછાં ઠેલાવાં - સગાઈ માટેની માગણી મુલતવી રાખવી
- માથું કૂટવું - આઘાત લાગવો, માનસિક વેદના થવી
- માથું ખાવું- હેરાન કરવું
- માથું ધુણાવવું - સંમતિ આપવી
- માથું મારવું - દખલગીરી કરવી
- માથે કરવું - અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ બનાવી મુકવા
- માથે ચડી બેસવું - અતિ લાડથી નફ્ફટ થઈ જવું, હુકમ ન માનવો
- માથે ઝાડ ઉગવાં - ખૂબ જ દુઃખ પડવા
- માથે લેવું - સ્વીકારવું
- માથે હાથ ફેરવવો - આશિષ આપવા
- માથે બેસવું - સામે બેસીને કામનો આગ્રહ રાખવો
- માનવતા જાગી ઉઠવી - સહાનુભૂતિ થવી
- માંડી વાળવું - કામ બંધ કરવું
- મૃત્યુની ચાદર ઓઢીને સૂવું - મૃત્યુ પામવું
- મોં સામે તાકી રહેવું - એકીટશે જોઈ રહેવું
- મોં ઢાંકી દેવું - અછુતપણાના ભાવથી પોતાની જાતને છુપાવવી
- મોઢાનું પાન બનવું - લોકપ્રિય બનવું
- મોંમાં ઘી - સાકર - સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી
- મોત ભણી ધકેલી દેવું - મૃત્યુને શરણે કરવું
- મોતીડે વધાવવું - ઉમળકાથી આવકારવું
- મોતિયા મરી જવા - નાસીપાસ થવું
- મોંનો કોળિયો ઝુંટવી લેવો - ગરીબની આવક ઉચાપત કરવી
- મોંએ સંભળાવી દેવું - મહેણાંટોણાં મારવાં, મર્મવચન કહેવા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો