નમસ્કાર દોસ્તો........
તમારી શોધ અહીં પુરી થાય છે અહીં તમને પૂષ્કળ પ્રમાણમાં રૂઢિપ્રયોગો મળી રહેશે. આ બ્લોગની ખાસિયત એ છે કે અહી તમને કક્કવાર result મળી રહેશે
અન્ય લિંક્સ
"સ્વર"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો
- અક્કલનું તાળું ઉઘડવું - બુદ્ધિ આવવી
- અક્કલનું ઓથમીર - બુદ્ધિ વગરનું
- અક્કલ મારી જવી - મૂર્ખતા આવવી
- અક્ષરો ઘાટા કરવાં - વધારે યાદ આવવું
- અખાડા કરવા - જોયું ના જોયું કરવું, લક્ષ્ય ન આપવું
- અગસ્ત્યના વાયદા - ખોટા વાયદા, મુદત કદી પૂરી ન હોવી
- અડધી રાતે - કટોકટીની પળે
- અડ્ડો જમાવવો - કાયમી મુકામ કરી જવો
- અધીરા બનવું - ખૂબ જ ઉતાવળા થવું
- અન્નજળ ઉઠવું - જીવવા જેવી સ્થિતિ ના હોવી
- અનેક રંગો જોવા - અનેક અનુભવો થવા
- અર્પણ કરવું - માનપૂર્વક આપી દેવું
- અભિષેક કરવો - જળથી સ્નાન કરાવવું
- અવતાર ઉજાળવો - ગૌરવપૂર્વક જીવવું
- અંગારો પાકવો - કુળને કલંક લગાડે તેવો પુત્ર નીવડવો
- અંજાઈ જવું - પ્રભાવિત થવું
- અંતરમાં ફાળ પડવી - મનમાં ડર લાગવો
- અંધકાર ઊતરવો - રાતની શરૂઆત થવી
- અંધારામાં રાખવું - જાણ ન કરવી
- આકાશ તૂટી પડવું - ઓચિંતા મુશ્કેલી આવવી
- આકાશ-પાતાળ એક કરવાં - ખૂબ પરિશ્રમ કરવો
- આગ પી જવી - ક્રોધને કાબુમાં રાખવો
- આગ ઠારવી - ક્રોધને શાંત પાડવો
- આગ ફાકવી - ક્રોધ ભરાવવો
- આગ લગાડવી - કંકાસ કરાવો
- આગળ પેટ હોવું - ખોરાકની આવશ્યકતા હોવી
- આડા ઉતરવું - વિઘ્નરૂપ બનવું
- આડા ફરવું - વિરોધ દર્શાવવો
- આત્માની ગુલાબી કોળવી - આત્માનું તેજ ઝળહળવું
- આનાકાની કરવી - હા-ના કરવી
- આબરૂના કાંકરા કરવા – ફજેતી થવી, બેઆબરૂ થવું
- આભપરાનો છાંયો મૂકીને માગવું - ઉત્તમ જમીનને બદલે અન્ય જમીન માંગવી
- આયુધારા વહેવી - આવરદા વધવી, જીવતાં રહેવું
- આસમાન તૂટી પડવું – અતિશય દુ:ખ આવી પડવું
- આંખ ઊઘડવી – ભાન થવું, સમજાવું
- આંખ ચોળીને રહેવું - રડવું
- આંખનું ઊંડાણ માપવું - તાકાત વિશે ખ્યાલ બાંધવો
- આંખ ફરી જવી - ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી
- આંખ ફાટી જવી - આશ્ચર્યચકિત બનવું
- આંખ ભીની થવી - લાગણીસભર થવું
- આંખ મળી જવી - ઊંઘ આવવી
- આંખ માંડવી - એકાગ્રતાથી ધારી ધારીને જોવું
- આંખ મિંચાઈ જવી - મરણ પામવું
- આંખ મિચામણાં કરવાં - જોયું ન જોયું કરવું
- આંખ સામે તરી રહેવું - એવું ને એવું દેખાવું
- આંખમાં આંજવું - ઊંઘમાં પણ યાદ રાખવું
- આંખમાં ઝળઝળીયા આવી જવાં - આંખમાં આંસું આવવા
- આંખમાં ધૂળ નાખવી - છેતરવું
- આંખ સામે આંખ ન મંડાવી - જોવાની હિંમત ના હોવી
- આંખે આંસુનું તોરણ બંધાઈ જવું - એકધારું રડ્યા કરવું
- આંખો ફાડીને જોઈ રહેવું - તાકી તાકીને જોઈ રહેવું
- આંખોમાંથી પાણી વહી જવું - સતત આંસુ સરવાં
- આંખો વરસવા માંડવી - આંખમાંથી આંસુ સરવાં
- આંખો કાઢવી - ધમકી આપી ડરાવવું
- આંગણું ઘસી નાખવું - વારંવાર જવું
- આંગળીથી નાખ વેગળા - ભેદભાવ હોવો
- આંચ ના આવવી - નુકસાન ન થવું
- આંતરડી કકળવી - નીશાસા નાખવા, દિલમાં અસહ્ય વેદના થવી
- આંધળી બલા વળગવી - અવિચારી ઉપાધિ આવી પડવી
- ઓળઘોળ થઈ જવું - ન્યોછાવર થઇ જવું, ઓવારી જવું
- ઓછું આવવું - માઠું લાગવું, દુઃખ થવું
- ઓછું આવવું - મન દુભાવવું તે
- ઈડરિયો ગઢ જીતવો - ખૂબ મોટું પરાક્રમ કરવું
- ઊંઘ ઊડી જવી - ચિંતાતુર થઈ જવું
- ઊતારી પાડવું – અપમાન કરવું
- ઉપર ઉઠવું - ચડીયાતા થવું
- ઉડીને આંખે વળગવું - તરત ધ્યાન પર આવવું
- ઊંબરે ઊભવું - એક તરફ થઈ જવું, અલગ પડી જવું
- ઊંચાળા ઉપાડવા - એક જગ્યાએથી ચીજવસ્તુઓ સાથે બીજી જગ્યાએ જવું
- એક જ તંબુરો વાગી રહેવો - એક જ વિચાર આવ્યા કરવો
- એક ઘા ને બે કટકા - ચોખ્ખે ચોખ્ખું કહેવું
- એકડો કાઢી નાખવો - ગણતરીમાંથી બાકાત કરવું
- એકના બે ન થવું-પોતાની વાતમાં મક્કમ રહેવું
- એક લાકડીએ હાંકવું - બધાને સરખા ગણીને વર્તવું
- એલાન આપવું - આદેશ આપવો
- કકડીને ભૂખ લાગવી - સખત ભૂખ લાગવી
- કક્કો ખરો કરવો - પોતાની વાત પ્રત્યે અડગ રહેવું
- કઠણ કાળજું કરવું - દુઃખ સહન કરી શકવા હૈયું મક્કમ કરવું
- કડવો ઘૂંટડો ગળી જવો - અપમાન સહન કરી લેવું
- કડવો ઘૂંટડો હૈયામાં સમાવવો - ન ગમતું કાર્ય દુઃખપૂર્વક સહન કરવું
- કદર કરવી - મહત્વ સમજવું
- કપાળ ધોવા જવું - નાહક વિલંબ કરવો
- કમર કસવી - હિંમતથી કામ કરવા તૈયાર થવું
- કમર બાંધવી - કઠિન કામ કરવા તૈયાર થવું
- કમર બેવડી વળી જવી - ખૂબ મહેનત કરવી
- કરમ ફૂટેલા હોવા - નસીબ સારું ન હોવું
- કરવા ખાતર ન કરવું - યંત્રવત્ ન કરવું
- કરી છૂટવા તૈયાર રહેવું - મદદ કરવા તૈયાર રહેવુંકસ કાઢી લેવો – ખૂબ મજૂરી કરાવવી
- કસ કાઢી લેવો – ખૂબ મજૂરી કરાવવી
- કળ વળવી - નિરાંત થવી, ભાન આવવું
- કંકૂનાં પગલાં કરવાં - આગમનથી ઘરને સુખી કરવું
- કંઠ રૂંધાઇ જવો - શ્વાસ અટકી જવો
- કંઠે ભુજાઓ રોપવી - ભાવભીનું સ્વાગત કરવું
- કાગડા ઊડવા - કંઈ બાકી ન રહેવું
- કાગ ડોળે રાહ જોવી - આતુરતાથી વાટ જોવી
- કાગનો વાઘ કરવો-સામાન્ય બાબતને મોટું સ્વરૂપ આપવું
- કાગળની નાવ - લાંબો વખત ન ટકે તેવી વસ્તુ
- કાચું સોનું - રસાળ જમીન
- કાદવ ઉડાડવો - ખરાબ ટીકા કરવી
- કાન આમળવા - ઠપકો આપવો.
- કાન ઉઘાડવા - સાચી સ્થિતિ સમજાવવી
- કાન કરડવા - ગુસપુસ વાત કરવી
- કાન ઘરેણે મૂકવા- જેમ ભરમાવે તેમ ભરમાવું
- કાન ફૂંકવા - ખોટું કહીને ચડાવવું, કાન ભંભેરણી કરવી
- કાનબુટ્ટી પકડવી - પોતાની ભૂલ કબૂલ કરવી
- કાનમાં ઝેર રેડવું - ખોટી ઉશ્કેરણી કરવી
- કાને ન ધરવું - ધ્યાન ન દેવું, વાતમાં લક્ષ ન આપવું
- કાને વાત પહોંચવી - બાતમી મળી જવી
- કામમાં આત્મા રેડી દેવો - પુરેપુરી લગનથી કામ કરવું
- કામમાં એકરૂપ થવું - કામમાં તલ્લીન થવું
- કાસળ કાઢવું - નાશ કરવો
- કાળજું કઠણ કરવું - હિંમત ધારણ કરવી
- કાળજું કોરાવું - ખૂબ દુઃખ થવું
- કાળજું ભરાઈ આવવું - વેદનાથી રડવા જેવું થઈ જવું
- કાળા અક્ષર કુહાડે મારવા - અક્ષરજ્ઞાન વિનાનું હોવું
- કાળાપાણીએ કાઢવું - દેશનિકાલ કરવું.
- કાળી ટીલી લાગવી - અપજશ કે કલંક લાગવું
- કાંટા વેરવા - દુશ્મનાવટ ઊભી કરવી
- કાંટો કાઢવો - દૂર કરવું
- કાંડા કાપી આપવા - લેખિત કબુલાત આપવી
- કીડી પર કટક - નાના અને સામાન્ય કામ માટે મોટો પ્રયાસ
- કુવામાંનું દેડકું - સંકુચિત વિચારસરણી વાળું
- કૂવો હવાડો કરવો - કમોતે મરવું
- કુહાડીનો હાથો બનવું - પોતાનાને નુકસાન કરી બીજાને મદદ કરવી
- કુળને ઉજાળવું - કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું
- કૂખ લજાવવી - માની આબરૂ ધૂળમાં મેળવવી
- કૂતરાની ઉંઘ - સાવધ રહેવું, સહેજ અવાજ થતાં જાગી જવાય તેવી ઉંઘ
- કૂતરાં બિલાડાનું જીવન - કંકાસવાળું જીવન
- કૂદી પડવું - સાહસ કરવું
- કેડ બાંધવી - પૂરી તૈયારી કરવી
- કેસ ખલાસ થઈ જવો - મરણ પામવું
- કોઠું ન આપવું - અંગત વાત જાણવા ન દેવી
- કોઠે પડવું - માફક આવવું, અનુકૂળ આવવું
- કોથળામાં પાંચશેરી ઘાલીને મારવું - બહારથી માર ન જણાય તેમ છૂપો માર મારવો
- કોણીએ ગોળ લગાડવો - કામ કઢાવવા લાલચ આપવી
"ખ"વર્ણથી શરૂ થતાં રૂઢિપ્રયોગો
- ખટપટ કરવી - વાટાઘાટ કરવી
- ખડે પગે જોવું - અધીરાઈથી જોવું
- ખબર લેવી - ખુબ ઠપકો આપવો
- ખાટલે પડવું - માંદા પડવું
- ખાટું મોળું થવું - બગડી જવું
- ખાઈ-પીને મંડવું - ખંતથી સતત કામમાં મગ્ન રહેવું
- ખાડામાં ઉતારવું - નુકસાન કરવું
- ખાંડાની ધારે ચાલવું - ખૂબ મુશ્કેલ રસ્તે ચાલવું
- ખાંડ ખાવી - મિથ્યાભિમાનમાં વ્યર્થ ફુલાવું
- ખાતર પાર દિવેલ - નુકશાન માં વધુ નુકશાન
- ખાતું પડવું - ચોપડામાં નવેસરથી હિસાબ કરવો
- ખાસડાં ખાવાં - અપમાન સહન કરવું
- ખિલખિલાટ હસી ઉઠવું - આનંદ કિલ્લોલથી ગાજી ઊઠવુ
- ખીજ ઠાલવવી - ગુસ્સો કરવો
- ખુલ્લાં મને - હળવાશથી
- ખૂણામાં નાખવું - બેદરકારીથી બાજુમાં મૂકવું
- ખોડો કાઢવો - મોટી હાની પહોંચાડવી
- ખોબો કાણો હોવો - ગરીબાઈ હોવી
- ખો ભૂલી જવી - કુટેવ છૂટી જવી
- ખોટું લાગવું - માઠું લાગવું, દુઃખ થવું
- ખોટ પડવા ન દેવી - ઓછપ ન આવવા દેવી
- ખોળો પાથરવો - કરગરવું
- ખંખેરી નાખવું - ધમકાવવું
- ખંડન કરવું - રદ કરવું
- ગજ ગજ છાતી ફૂલવી - ખૂબ ગર્વ અનુભવવો
- ગણેશ માંડવા - આરંભ કરવો
- ગરજ સારવી - જરૂરિયાત પૂરી થવી
- ગરદન મારવી - ભારે નુકશાન કરવું
- ગળે ડૂમો ભરાવવો - લાગણીવશ થઈ રડી પડવું
- ગળે પડવું - સામી વ્યક્તિ પર આરોપ મૂકવો
- ગળે વાત ઉતારવી - વાત જલદીથી સમજાવવી
- ગળામાં જીભ ઘાલવી - બોલતું અટકવું
- ગળામાં ટાંટીયા નાંખવા - અવળું ચોટવું.
- ગળી જવું - અંદર લઈ જવું
- ગાજર ખાવાં - આંધળીયા કરી કૂદી જવું
- ગાંઠ કરવી - પૈસા ભેગા કરવા
- ગાંઠનું ગોપીચંદન કરવું - પોતાના પૈસે પોતાને નુકસાન થવા દેવું
- ગાંઠનો ખીચડો ખાઈને - પોતાના ધનમાંથી ખર્ચ કરીને
- ગાડું ગબડવું - ભારે તકલીફથી જીવન વ્યવહાર ચલાવવો
- ગાલે તમાચો મારી મોં લાલ કરવું - સુખી હોવાનો દેખાવ કરવો
- ગાળ મીઠી લાગવી - અપશબ્દ કહે એનું માઠું ન લાગવું
- ગોઠી જવું - ફાવટ આવવી
- ગોદમાં લેવું - સંભાળ કે રક્ષણ તળે લેવું
- ગોળનું ગાડું મળવું - વહાલું કે ઉપયોગી માણસ મળવું
- ગોળના પાણીયે નહાવું - છેતરાવું
- ગુડાં ભાંગી જવા - હિંમત જતી રહેવી
- ગુસ્સો પીવો - ખામોશી રાખવી
- ગંગા નાહ્યા - નિરાંત અનુભવવી
- ગંધ આવવી - બાતમી મળવી
- ગ્રંથિ જાહેર થઈ જવી - ગેરસમજની ખબર પડી જવી
- ઘર આગળ કરી શકાય તેમ ન હોવું - ઘરમાં શક્ય ન હોવું
- ઘર ઊજળું થવું - ઘરની આબરુ વધવી
- ઘર પૂછતા આવવું - મદદ ખોળતા આવવું
- ઘર વખાઈ જવું - પાછળ વારસ ના હોવો
- ઘડીના છઠ્ઠા ભાગમાં – ટૂંક સમયમાં
- ઘડો ફૂટવો - વાત જાહેર થવી
- ઘા અસહ્ય થઈ પડવો - આઘાત સહન ન થવો
- ઘાએ ચડવું - લાગમાં આવવું
- ઘાણ કાઢવો - સંહાર કરવો
- ઘા દેવો - પ્રહાર કરવો
- ઘા પર મીઠું ભભરાવવું - દુઃખીને વધારે દુઃખી કરવા
- ઘાસ કાપવું - નકામી મેહનત કરવી
- ઘીના ઠામમાં ઘી પડવું - ઉચિત કે સારા વાના થવાં
- ઘોળીને પી જવું - ન ગણકારવું
- ચકમક ઝરવી - ઘર્ષણ થવું
- ચકળવકળ આંખો ફેરવવી - ફાટી આંખે આમતેમ જોવું
- ચકિત થઈ જવું - ખૂબ આશ્ચર્ય પામવું
- ચડયે ઘોડે આવવું - ઉતાવળ કરવી
- ચણાના ઝાડે ચડાવવું - ખોટા વખાણ કરવા
- ચરણે બેસી જવું - શિષ્ય બની જવું
- ચશમપોશી કરવી - દીઠું અદીઠું કરવું
- ચસકી જવું - મગજ ઠેકાણે ન રહેવું
- ચાંચેથી પૂરા કરવા - ચાંચમાં લઈ ખાઇ જવું
- ચાર દા'ડાનું ચાંદરણું - થોડા સમયનું સુખ
- ચાર દિવસની ચાંદની - થોડા સમયનું સુખ
- ચાર હાથવાળા થવું - લગ્ન કરવાં
- ચારે છેડા ભરી જવા - ચારે બાજુથી પ્રેેમ મેેળવવો
- ચાનક ચડવી - ઉત્સાહ આવવો
- ચાલતી ગાડીયે ચડી જવું - વધુ મતમાં જોડાઈ જવું
- ચિત્ત ચિરાવું - ઊંડો આઘાત લાગવો
- ચીનનો શાહુકાર - પાકો ગઠિયો
- ચીલો પાડવો - નવો રિવાજ પાડવો
- ચેન ન પડવું - નિરાંત ન થવી, નિશ્ચિંત ન થવું
- ચોકી કરવી - દેખભાળ રાખવી, નજર રાખવી
- ચોટલી બાંધીને ભણવું - અભ્યાસમાં તલ્લીન થઈ જવું
- ચોપડા ચોખ્ખા કરવા - હિસાબ કરવો
"છ"વર્ણથી શરૂ થતાં રૂઢિપ્રયોગો
- છક્કા છૂટી જવા - અત્યંત ગભરાઈ જવું
- છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવું - મરણતોલ ઘા મારવો
- છણકો કરવો - ગુસ્સામાં આવી કોઈને તરછોડવું
- છળી મરવું - ચોંકી જવું
- છાણે વીંછી ચડાવવો – ઉશ્કેરવું, ચડાવવું
- છાતી કુટવી - પસ્તાવો કરવો
- છાતી ઠોકીને કહેવું - હિમંતપૂર્વક/વિશ્વાસપૂર્વક કહેવું
- છાતીથી અળગી ન કરવી - નજર આગળથી દૂર ન કરવી
- છાતી ફુલાવવી - ગર્વ કરવો
- છાતી બળવી - અદેખાઈ કે દયા આવવી.
- છાતી બેસી જવી - હિંમત ગુમાવવી
- છાપરે ચડવું - ખૂબ ફુલાઈ જવું
- છાપેલું કાટેલું - નામચીન હોવું
- છુટકારો થવો - મુક્તિ મળવી
- છૂટી જવું - પોતાની જવાબદારીમાંથી મુક્ત થવું
- જડ કાઢવી - મૂળમાંથી નાબૂદ કરવું
- જહાંગીરી ચલાવવી - જોહુકમી ચલાવવી
- જળ મૂકવું - પ્રતિજ્ઞા લેવી
- જોખમ ખેડવું - સાહસ કરવું
- જાત ઘસી નાખવી - તનતોડ મહેનત કરવી
- જાત ભૂલી જવી - શરીરને કામથી ઘસી નાખવું
- જામગરી ચાંપવી - ઉશ્કેરણી કરવી
- જિંદગીનો થાક અનુભવવો - જિંદગીથી કંટાળી જવું
- જીભ ન ઉપડવી - બોલવાની હિંમત ન થવી
- જીભ લાંબી હોવી - ફાવે તેમ બોલવું
- જીવ ઉંચો થઇ જવો - ઉચાટ થવો, ચિંતા થવી
- જીવ ચકડોળે ચડવો - અનેક જાતના વિચારો આવવા
- જીવ પડીકે બાંધવો - ભારે ઉદ્વેગ થવો
- જીવ બળી જવો - ચિંતા થવી
- જીવતર ધૂળ હોવું - જીવતર નિરર્થક હોવું
- જીવતા મુઆ જેવા હોવું - જીવન વ્યર્થ હોવું
- જીવ ન ચાલવો - હિંમત ન ચાલવી
- જીવમાં જીવ આવ્યો - ભય દૂર થતાં નિરાંત થવી
- જીવનું જોખમ ખેડવું - મરણિયા પ્રયાસ કરવા, સાહસ કરવું
- જીવ ઠરવો - સંતોષ થવો.
- જૂનો સમય તાજો કરવો - ભૂતકાળની વાતો યાદ કરવી
- જીવ તાળવે તોળાવવો – જીવ જોખમમાં મુકાવો
- જોતરાઈ જવું - કામે લાગી જવું
- જોરશોરથી મંડી પડવું - કોઈ કામમાં પૂરી શક્તિ વાપરવી
- ઝાઝી વાતુનાં ગાડાં ભરવાં - અતિશય વાતો કર્યા કરવી
- ઝાટકી નાખવું - ખૂબ ઠપકો આપવો
- ઝાળ ઉઠવી - ગુસ્સાથી ધુવાં પુવાં થઈ જવું
- ટકાનું ત્રણ શેર : તદ્દન સસ્તું
- ટાંકા ભરી જવાં - રુઝાવી દેવુ
- ટાંકણા ટોચવાં - સતત ટોક ટોક કરવું
- ટાઢ - તડકો વેઠવો - મુશ્કેલીઓ સહન કરવી
- ટાઢા પાણીયે ખસ જવી - વગર મુશ્કેલીએ સંકટ જવું
- ટાઢા પહોરનું - મૂળ માથા વિનાનું
- ટાપસી પૂરવી - ચાલતી વાતને ટેકો આપવો
- ટેકી લાગી જવી - આધાર મળી જવો
- ઠઠ જામવી - ટોળું ભેગું થવું
- ઠાર્યા ઠરી જવું - જીવન સમાપ્ત થઇ જવું
- ઠોકર વાગવી - સાચું ભાન થાય તેવી મુશ્કેલી આવવી
- ઠંડે પાણીયે નાહી નાખવું : આશા છોડી દેવી
- ડગ ભરવા - આરંભ કરવો
- ડાગળી ચસકવી - ગાંડા થવું
- ડાંડાઈ કરવી - કામચોરી કરવી
- ડિંગ હાંકવી - ગપ મારવી
- ડૂસકું ભરવું - રડતાં રડતાં અવાજ કરવો
- ડોળો ત્રાંસો કરવો - ત્રાંસી આંખે જોવું
- ડોકિયું કરવું - ઉપર ઉપરથી જોઈ લેવું
- ડંકો વગાડવો - યશસ્વી કાર્ય કરવું
- ઢળી પડવું - મરણ દશામાં ગબડી પડવું
- ઢંઢેરો પીટવો - જાહેરાત કરવી
- ઢીલા પગે - નિરાશા અનુભવતા
- ઢોલ વગાડવો - જાહેરાત થવી
- તડકો છાંયડો વેઠવો - સુખ દુઃખ સહન કરવા
- તરંગે ચઢી જવું - વિચારમાં પડી જવું
- તલવાર તાણવી - સંઘર્ષમાં ઉતરવું
- તાકડો સાધવો - યોગ્ય વખત જોઈને કામ કરવું
- તાનમાં હોવું - આનંદમાં હોવું
- તાળી લાગવી - લગની લાગવી, એકતાન થવું
- તુરીયાનો તાર જાગવો - સમજણશક્તિનો ઉદય થવો
- તેડી લાવવું - બોલાવી લાવવું
- તેડું મોકલવું - નોતરું મોકલવું
- તેલ કાઢવું - થાકી જાય તેવી રીતે કામ લેવું
- તૈયાર ન હોવું - ઈચ્છા ન હોવી
- થૂંક ઉડાડવું - વ્યર્થ વાતો કરવી
- દખ લગાડવું - માઠું લગાડવું , ખોટું લગાડવું
- દખલ ન કરવી - દરમિયાનગીરી ન કરવી
- દમ મારવો - ધમકાવવું
- દશા બદલાવી - પરિસ્થિતિ સુધરવી, કુંડળીના ગ્રહોની સ્થિતિ બદલાવી
- દહાડા ભરાઈ જવા - મોત નજીક હોવું
- દહાડો બગડવો - ન ધાર્યું તેવું થવું
- દહીં - દૂધમાં પગ રાખવો - બંને પક્ષમાં રહેવું
- દાઢીમાં હાથ ઘાલવો - ગરજ પૂર્વક મદદ માગવી
- દાણો ચાંપી જોવો - પ્રયાસ કરી જોવો
- દાવ જોઈને સોગટી મારવી - લાગ જોઈને કામ કરવું
- દાવો કરવો - હક રજૂ કરવો
- દાળ ન ગળવી - અસર ન થવી
- દાંતે તરણું લેવડાવવું - લાચારી બતાવવા ફરજ પાડવી
- દાંતે મેલ આવવો - પૈસાદાર થવું
- દિલ કપાઈ જવું - હિંમત હારી જવી
- દિલ ખોલવું - ખુલ્લા દિલથી જણાવવું
- દિલ દઈને - ખુબ ઉત્સાહ અને ધગશથી
- દિલ તૂટવું - નિરાશ થઇ જવું
- દિલ દ્રવી ઉઠવું - ખુબ દુઃખ થવું
- દૂધમાંથી પોરા કાઢવા - સારી વસ્તુમાં અવગુણ શોધવા
- દૂધે ધોઈને આપવું - પ્રામાણિકતાથી આદરપૂર્વક આપવું
- દોરી જવું - હાથ પકડીને લઈ જવું
- ધડો લેવો - શિખામણ કે દાખલો લેવો
- ધમકી બતાવવી - બીક બતાવવી
- ધ્વજ ફરકાવવો - વિજય મેળવવો
- ધ્યાન ખેંચવું - લક્ષ દોરવું, ધ્યાન દોરવું
- ધ્યાન હઠી જવું - નજર ખસી જવી, મહત્વ ન આપવું
- ધર્મનો થાંભલો ખરી પડવો - જાણીતા ધર્મવીર નું મૃત્યુ થવું
- ધાડ મારવી - ભારે સાહસ કરવું, પરાક્રમ કરવું
- ધાન ન રહેવા દેવું - કંગાલ કે ગરીબ કરી મુકવા
- ધાવણનાં દાંત હોવા - બાળકના જેવું બિનઅનુભવી
- ધુમાડો કરવો - ખોટી રીતે ખર્ચી નાખવું
- ધૂંઆપૂંઆ થવું - મનમાં ગુસ્સે થવું, અકળાવુ
- ધૂળ પડવી - ધિક્કાર હોવો, વ્યર્થ જવું
- ધૂળધાણી કરવું - આબરૂનો નાશ કરવો, બરબાદ કરવું
- નખ પર દહાડા ગણવા - અત્યંત આતુરતાપૂર્વક રાહ જોવી
- નજરે ચડવું - ધ્યાનમાં આવવું, નજરમાં આવવું
- નજરે પડવું - દેખાવું, ધ્યાનમાં આવવું
- નજર બગાડવી - ખરાબ દાનત થવી
- નવ નેજાં થવાં - મહામુશ્કેલી પડવી
- નાક કપાવું – આબરૂ જવી
- નાક લઈ જવું - આબરૂ ધૂળમાં મેળવવી
- નાક લીટી તાણવી - અત્યંત દિન ભાવે શરણે જવું
- નાકે દમ આવી જવો - ખૂબ હેરાન પરેશાન થઈ જવો
- નાડ પકડવી - ખરું કારણ જાણવું
- નાતરું કરવું - પુનર્લગ્ન કરવા.
- નાદ લાગવો - ધૂન લાગવી
- નામ ઉપર પાણી ફેરવવું - આબ ખોવી
- નામ કાઢવું - આબરૂ કાઢવી
- નામ ને રૂપ મિથ્યા કરવું - નિર્મોહી થઈને જીવવું
- નિયમ લેવો - વ્રત લેવું
- નીચે પડવું - વધારે ઉતરતાપણું દર્શાવવું
- નિઃશબ્દ બની જવું - શાંત થઈ જવું
- નિશાન ઊંચું રાખવું - લક્ષ્ય કે ઉદ્દેશ ચડિયાતું રાખવું
- પગ ઉપાડવા - ઝડપથી ચાલવું
- પગ ઉપર ઊભા રહેવું - જાતે જીવનનિર્વાહ કરવો
- પગ નાચવા - અતિશય આનંદ થવો
- પગ ઘસવા - નાહક મથી મરવું
- પગ છોડવા - પગ મોકળો કરવા
- પગ ધોઈને પીવા - ઘણો ઉપકાર સ્વીકારવો
- પગ ભાંગવા - હતાશ થવું, હિમ્મત ખુટી જવી
- પગરણ માંડવા - શરૂઆત કરવી
- પડતું મૂકવું - બાજુ પર મૂકવું
- પડ્યો બોલ ઝીલવો - આજ્ઞાનું પાલન કરવું
- પત રાખવી - ટેક આબરૂ રાખવી
- પરસેવો વછૂટી જવો - ગભરામણ થવી
- પરાધીનતા ભોગવવી - લાચારી સહેવી
- પ્રતિજ્ઞા લેવી - શપથ લેવા
- પત્તો ન ખાવો - ગોઠવાઇ ન શકવું
- પનારે પડવું - માથે પડવું, ફરજિયાતણે જવાબદારી ઉપાડવી
- પંથ કાપવો - રસ્તે આગળ વધવું
- પલળી જવી - ભીની થઈ જવી
- પાઘડી બંધાવવી - ઈનામ કે સરપાવ આપવો, શાબાશી આપવી
- પાછા ફરવું - પીછેહઠ કરવી
- પાછી પાની કરવી - પાછા હઠવું
- પાઠ આપવો - બોધ કે સંદેશો આપવો
- પાણીચું આપવું - બરતરફ કરવું
- પાણીના મૂલે – ખૂબ સસ્તામાં
- પાણી ફરી વળવું - નકામું જવું, આબરૂનો નાશ કરવો
- પાણી વલોવવું – ફોગટ ફાંફાં મારવાં
- પારાયણ કર્યા કરવી - રટણ કર્યા કરવું
- પારોઠના પગલાં ભરવાં - પલાયન થઈ જવું
- પાશ ફેંકવો - ગળામાં ગાળિયો નાખવો
- પાશેરામાં પહેલી પૂણી - શરૂઆત હોવી
- પાંખમાં ઘાલવું - આશરો આપવો
- પીઠ દેવી - જે તે સ્થાનેથી ચાલ્યા જવું
- પેટનું પાણી ના હલવું - કશી અસર ન થવી
- પેટનો ખાડો પૂરવો - જીવનનિર્વાહ કરવો
- પેટ પર છરી મૂકવી - કમાણી છોડાવવી
- પેટ પર પાટું મારવી - આજીવિકાનું સાધન છીનવી લેવું
- પેટમાં ખાડા પડવા - ખૂબ ભૂખ લાગવી
- પેટમાં તેલ રેડાવું - બળતરા થવી, ઈર્ષ્યા થવી
- પેટમાં પેસીને નીકળવું - બીજાની છુપી વાત જાણી લેવી
- પેટમાં ફાળ પડવી – ચિંતા થવી.
- પેટનું પાણી ન હાલવું - કશી અસર ન થવી
- પેટે પાટા બાંધવા - ભૂખમરો વેઠી આબરૂ સાચવવી, ખુબજ દુઃખ વેઠવું
- પેંગડામાં પગ ઘાલવો - ની બાબતમાં બરોબરી કરવી
- પૈસાની છોળ રેલાવી - ખુબ જ પૈસા હોવા
- પૃથ્વી રસાતળ જવી - ભારે હાહાકાર મચી જવો
"ફ"વર્ણથી શરૂ થતાં રૂઢિપ્રયોગો
- ફાટીને ધુમાડે જવું - બહુ છકી જવું
- ફોડ પાડીને વાત કરવી - વિગતવાર ખુલાસો કરવો કે ચોખવટ કરવી
- બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો - અતિશય ચિંતાતુર થઈ જવુ
- બગલો ઊંચી કરવી - દેવાળું કાઢવું
- બટ્ટો લાગવો - કલંક લાગવું
- બની જવું - છેતરાઈ જવું
- બરડો થાબડવો - હિંમત આપવી
- બળ ઊભરવુ - હિંમત આવવી, શક્તિ આવવી
- બળતામાં ઘી હોમવું - ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું
- બાજી કથળવી - સ્થિતિ પ્રતિકૂળ થઈ જવી
- બાજી ધૂળમાં મેળવવી - યોજના ઊંધી વાળી દેવી
- બારણે હાથી ઝૂલવા - ખૂબ શ્રીમંત હોવું, ધનવાન હોવું
- બારમો ચંદ્રમા હોવો – દુશ્મનાવટ હોવી
- બારે મેઘ વરસવા - પુષ્કળ કમાણી થવી
- બાવડાનાં બળથી - જાત મહેનતથી
- બીડું ઝડપવું - કપરું કામ માથે લેવું
- બે આંગળ સ્વર્ગ બાકી રહેવું - ગર્વનો પાર ન હોવો
- બેઠાં બેઠાં ખાવું - શ્રમ કર્યા વગર ઉપભોગ કરવો
- બેડો પાર થવો - સફળતા મળવી
- બે પૈસા પાસે હોવા – શ્રીમંત હોવું, મિલકત હોવી
- બે પાંદડે થવું - સુખી સંપન્ન થવું
- બોલ ઉપાડી લેવો - પડકાર ઝીલી લેવો
- ભ્રમર ખેંચાવી - ગુસ્સાથી જોવું
- ભાંગરો વાટવો - છુપી વાત ખુલ્લી કરવી
- ભાંગી પડવું - હતાશ થઈ જવું
- ભાન ગુમાવી બેસવું - ધ્યાન ન રહેવું, સમજ ન હોવી
- ભારે થઈ પડવું - અઘરું લાગવું
- ભારે હૃદયે - દુઃખી હૃદયે
- ભાઈબાપા કરવા – વિનંતી કરવી
- ભાર જણાવશો - ચિંતા વધી જવી
- ભારે પગલે અને ભારે હૈયે - અતિશય મુશ્કેલીથી
- ભીંત ભૂલવી - માર્ગ ચૂકવો, અવળે રસ્તે ચડવું, ભારે મોટી ભૂલ થવી
- ભીંત સોંસરવું સૂઝવું - સ્પષ્ટ રીતે સમજવું
- ભીનું સંકેલવું - તપાસમાં વિલંબ અથવા આરોપીને મદદ થાય તેમ ઢીલાશ રાખવું
- ભૂતકાળ બાદ કરવો - ભૂતકાળને ભૂલી જવો
- ભૂત ભરાવવું - ધૂન લાગવી, ધૂન વળગવી
- ભેજામાં ભૂંસુ ભરાવું - મગજમાં ખોટો વહેમ ભરાવો
- ભેદ પામી જવો - વાતનો મર્મ સમજી જવો
- ભોગ ભોગવવા - ભોગવિલાસ માણવા
- મગજમાં ઉતરવું - સમજાય જાવું
- મગજમાં રાઈ હોવી - મિજાજ હોવો કે અભિમાન હોવું
- મજાનો ખોરાક મળી જવો - પંચાત કરવાની તક મળી જવી
- મનમાં કંઇક ઉતારવું - મનમાં કંઇક નક્કી કરવું
- મનસૂબો કરવો - નિશ્ચય કરવો
- મનમાં ગાંઠ વાળવી - નક્કી કરવું, મજબૂત માન્યતા બંધાઈ જવી
- મન ભાંગી પડવું - નિરાશ થવું
- મનમાં માર્ગ કરી દેવો - દિશા મળી જવી
- મનના મેલા હોવું - ખરાબ દાનત હોવી
- મનનો ડૂમો કાઢી નાખવો - મનની મૂંઝવણ દૂર કરવી
- મહેનત લુંટવી - પરસેવાની કમાણી પચાવી પડવું
- માંગા પાછાં ઠેલાવાં - સગાઈ માટેની માગણી મુલતવી રાખવી
- માથું કૂટવું - આઘાત લાગવો, માનસિક વેદના થવી
- માથું ખાવું- હેરાન કરવું
- માથું ધુણાવવું - સંમતિ આપવી
- માથું મારવું - દખલગીરી કરવી
- માથે કરવું - અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ બનાવી મુકવા
- માથે ચડી બેસવું - અતિ લાડથી નફ્ફટ થઈ જવું, હુકમ ન માનવો
- માથે ઝાડ ઉગવાં - ખૂબ જ દુઃખ પડવા
- માથે લેવું - સ્વીકારવું
- માથે હાથ ફેરવવો - આશિષ આપવા
- માથે બેસવું - સામે બેસીને કામનો આગ્રહ રાખવો
- માનવતા જાગી ઉઠવી - સહાનુભૂતિ થવી
- માંડી વાળવું - કામ બંધ કરવું
- મૃત્યુની ચાદર ઓઢીને સૂવું - મૃત્યુ પામવું
- મોં સામે તાકી રહેવું - એકીટશે જોઈ રહેવું
- મોં ઢાંકી દેવું - અછુતપણાના ભાવથી પોતાની જાતને છુપાવવી
- મોઢાનું પાન બનવું - લોકપ્રિય બનવું
- મોંમાં ઘી - સાકર - સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી
- મોત ભણી ધકેલી દેવું - મૃત્યુને શરણે કરવું
- મોતીડે વધાવવું - ઉમળકાથી આવકારવું
- મોતિયા મરી જવા - નાસીપાસ થવું
- મોંનો કોળિયો ઝુંટવી લેવો - ગરીબની આવક ઉચાપત કરવી
- મોંએ સંભળાવી દેવું - મહેણાંટોણાં મારવાં, મર્મવચન કહેવા
- રજનું ગજ કરવું - વધારીને વાત કરવી
- રમણે ચડવું - મસ્તીમાં આવી જવું
- રસ પડવો - મજા આવવી , જાણવાની ઈચ્છા થવી
- રસાતાળ જવું - તદ્દન ભાંગી જવું
- રસ્તો કરી જવો - ઉપાય શોધવો
- રહ રહ રોવું - ધ્રૂસકે ધ્રૂસકે રડવું
- રામબાણ વાગવાં - અનુભવની ઘેરી અસર થવી
- રામરામ સમજવા - નક્કી મૃત્યુ આવવું
- રેવડી દાણાદાર કરવી - ખૂબ જ બેઆબરૂ કરવું
- લક્ષ્યાંક પર પહોંચવું - અંતિમ લક્ષ્ય કે ઉદ્દેશ સુધી પહોંચવું
- લપડાક ચોડી દેવી - તમાચો મારી દેવો
- લમણાંમાં રહી જવું - યાદ રહી જવું
- લાગમાં આવવું - તક મળવી
- લાડ લડાવવા - અતિશય વહાલ કરવું
- લીલી સૂકી જોવી - સુખ દુઃખ જોવું
- લોઢાના ચણા ચાવવા - મુશ્કેલ કાર્ય કરવું
- લોભેલોભે આવવું - કઇંક મેળવવાની આશા રાખવી
- લોહી ચૂસવું - આર્થિક શોષણ કરવું
- લોહીનાં આંસુ પાડવાં - અતિ દુઃખ થવું
- લોહીનું પાણી કરવું - સખત મહેનત કરવી
- વટ પડી જવો - મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા
- વહારે ચડવું - મદદે આવવું
- વહારે ધાવું - મદદે આવવું, સહાય કરવાં આગળ આવવું
- વહાણા વાઈ જવા - સમય જતો રહેવો
- વહેમ રમ્યા કરવો - સતત શંકા થવી
- વળ રાખવો - અંટસ રાખવી
- વળે વળ ઉતારવો - બંધ બેસતી ગોઠવણી કરવી
- વાણી ખોવાઈ જવી - મૌન થઇ જવું, કંઈ
- વાતે વળગવું - વાતો કરવામાં વ્યસ્ત રહેવું
- વાદળ તૂટી પડવું - મુસીબતો સામટી આવી જવી
- વારી જવું - ફિદા થઈ જવું
- વાવડ ઉતરી આવવા - સમાચાર મળવા
- વાર્યા ન વરવું - સમજાવવા છતાં ન માનવું
- વાયુ થઈ જવું - આંતરડામાં વાયુનો ગોળો ચડવો
- બોલવાનું ન સૂઝવું
- વાંકુચૂકું ન પાડવું - માઠું ન લગાડવું
- વિદાય લેવી - જવા માટે છુટા પડવું
- વીલા મોઢે - ઉદાસ ચહેરે
- વિષાદ ડોકાવો - ગભરામણ દેખાવી
- વેઠે જ ઉપાડી લેવા - મંજુરી કરવા લઇ જવા
- વેઠ ઉતારવી - જવાબદારીમાંથી છૂટવું
- શક્તિ લુપ્ત થઇ જવી - હિંમત ન હોવી
- શરમ ભરવી - માન રાખવું
- શરસંધાન કરવું - લક્ષ્યને સાધવું
- શિખરો સર કરવાં - સફળતા પ્રાપ્ત કરવી
- શેર લોહી ચઢવું - આનંદિત થવું
- શેર સૂંઠ ખાવી - પૂરી તાકાત હોવી
- શોકના વાદળ છવાઈ જવાં - ખુબ જ શોકમગ્ન થઈ જવું
- શોર્ય જાગવું - શુરાતનનો જુસ્સો ચડવો
- સગેવગે થઈ જવું - આઘા પાછા થઈ જવું
- સપનું પૂરું ન કરી શકવું - ઈચ્છા પૂરી ન કરી શકવી
- સત્તર પંચા પંચાણું - અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
- સ્નેહને ઝૂલે ઝુલાવવું-સ્નેહ, પ્રેમથી પાલન કરવું
- સમસમી જવું - ધુંધવાઇ જવું,ચૂપચાપ દુઃખ સહન કરવું
- સરપાવ આપવો - ઇનામ આપવું
- સ્વર્ગવાસ થવો - મરણ પામવું
- સ્વપ્ન ફળવું - ઈચ્છા પૂરી થવી
- સળી કરવી - અટકચાળું કરવું
- સંકટ સમયની સાંકળ વાપરવી - મુશ્કેલીના સમયે ઉપયોગ કરવો
- સંગ્રામ ખેલવો - લડાઇ લડવાનો જવું
- સંઘરી રાખવું - એકઠું કરી રાખવું
- સાડીબાર ન રાખવી - જવાબદારી ન લેવી
- સાત ગળણે ગાળવું - સારી પેઠે બધી બાજુએથી જોવું
- સાદ ફાટી જવો - અવાજ તરડાઈ જવો
- સાદ સંભળાવો - બૂમ સંભળાવી, અવાજ સંભળાવો
- સારાં-મોળાં ઓહાણ આવવાં - સાચા-ખોટા વિચાર આવવા
- સીસામાં ઉતારવું - ભોળવીને ફસાવું
- સૂગ હોવી - ચીતરી ચડવી, ચીડ ચઢવી
- સો ગળણે ગાળવુ - ખૂબ વિચારીને નિર્ણય લેવો
- સોંસરવું નીકળવું - મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું
- સોડ તાણી સૂવું - મરી જવું
- સોડમાં લપાવું - ગોદમાં આશરો લેવો
- હજામત કરવી - નકામા કામ પાછળ સમય બગાડવો
- હથેળીમાં ચાંદ બતાવવો - છેતરવું, ખોટી આશાઓ આપવી
- હરખ પદુડા થવું - વાત વાતમાં હરખાઈ જવુ
- હલ્લો કરવો - હુમલો કરવો, ગુસ્સો કરવો
- હાકાવાકા થઈ જવું - બેબાકળા થઈ જવું
- હાથ દેવો - સહારો આપવો, હૂંફ આપવી
- હાથ લાંબા હોવા - સામથર્ય હોવું
- હામ ન હોવી - હિમંત ન હોવી
- હાલ્લાં હડિયું કરવાં - ખાવાના સાંસા પડવા
- હિંમત ન ચાલવી - વિશ્વાસ ન રહેવો
- હિમંત ખોવી - નિરાશ થવું
- હિંડોળાખાટે ઝૂલવું -સુખ સાહ્યબીમાં રાચવું
- હૈયું કકળી ઉઠવું - હૃદયમાં દુઃખ થવું
- હૈયું ખાલી કરવું - મનનો ઉભરો ઠાલવવો
- હૈયા ફુટલ હોવું - કાચા કાનનો હોવું, મૂર્ખ હોવુ, બેવકુફ હોવું
- હૈયામાં સમાવવો - હૃદયમાં ઉતારવો
- હૈયું ભરાઈ આવવું - દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું
- હૈયે ટાઢક વળવી - હૈયામાં શાંતિ થવી
- હોંકારો દેવો - સ્વીકૃતિ દેવી
- હૃદય ખોલવું - મનની વ્યથા કોઈને કહેવી
- હૃદય છલકાઈ જવું - આનંદિત થઈ ઊઠવું
- હૃદય ભરાઈ આવવું - શોકની લાગણીથી ડૂમો ભરાવો
- હૃદય સાથે ચાંપવુ - આલિંગન દેવું
- શ્રાવણ-ભાદરવો શરૂ થવા - ચોધાર આંસુડે રડવું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો