ગુરુવાર, 5 માર્ચ, 2020

"હ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "હ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. હજામત કરવી - નકામા કામ પાછળ સમય બગાડવો 
  2. હથેળીમાં ચાંદ બતાવવો - છેતરવું, ખોટી આશાઓ આપવી
  3. હરખ પદુડા થવું - વાત વાતમાં હરખાઈ જવુ
  4. હલ્લો કરવો - હુમલો કરવો, ગુસ્સો કરવો
  5. હાકાવાકા થઈ જવું - બેબાકળા થઈ જવું
  6. હાથ દેવો - સહારો આપવો, હૂંફ આપવી
  7. હાથ લાંબા હોવા - સામથર્ય હોવું
  8. હામ ન હોવી - હિમંત ન હોવી
  9. હાલ્લાં હડિયું કરવાં - ખાવાના સાંસા પડવા
  10. હિંમત ન ચાલવી - વિશ્વાસ ન રહેવો
  11. હિમંત ખોવી - નિરાશ થવું
  12. હિંડોળાખાટે ઝૂલવું -સુખ સાહ્યબીમાં રાચવું
  13. હૈયું કકળી ઉઠવું - હૃદયમાં દુઃખ થવું
  14. હૈયું ખાલી કરવું - મનનો ઉભરો ઠાલવવો
  15. હૈયા ફુટલ હોવું - કાચા કાનનો હોવું, મૂર્ખ હોવુ, બેવકુફ હોવું
  16. હૈયામાં સમાવવો - હૃદયમાં ઉતારવો
  17. હૈયું ભરાઈ આવવું - દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું
  18. હૈયે ટાઢક વળવી - હૈયામાં શાંતિ થવી
  19. હોંકારો દેવો - સ્વીકૃતિ દેવી
  20. હૃદય ખોલવું - મનની વ્યથા કોઈને કહેવી
  21. હૃદય છલકાઈ જવું - આનંદિત થઈ ઊઠવું
  22. હૃદય ભરાઈ આવવું - શોકની લાગણીથી ડૂમો ભરાવો 
  23. હૃદય સાથે ચાંપવુ - આલિંગન દેવું

1 ટિપ્પણી:

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...