ગુરુવાર, 5 માર્ચ, 2020

"ખ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "ખ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે....
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત


"ખ"વર્ણથી શરૂ થતાં રૂઢિપ્રયોગો
  1. ખટપટ કરવી - વાટાઘાટ કરવી
  2. ખડે પગે જોવું - અધીરાઈથી જોવું
  3. ખબર લેવી - ખુબ ઠપકો આપવો
  4. ખાટલે પડવું - માંદા પડવું
  5. ખાટું મોળું થવું - બગડી જવું
  6. ખાઈ-પીને મંડવું - ખંતથી સતત કામમાં મગ્ન રહેવું
  7. ખાડામાં ઉતારવું - નુકસાન કરવું
  8. ખાંડાની ધારે ચાલવું - ખૂબ મુશ્કેલ રસ્તે ચાલવું
  9. ખાંડ ખાવી - મિથ્યાભિમાનમાં વ્યર્થ ફુલાવું 
  10. ખાતર પાર દિવેલ - નુકશાન માં વધુ નુકશાન
  11. ખાતું પડવું - ચોપડામાં નવેસરથી હિસાબ કરવો
  12. ખાસડાં ખાવાં - અપમાન સહન કરવું
  13. ખિલખિલાટ હસી ઉઠવું - આનંદ કિલ્લોલથી ગાજી ઊઠવુ
  14. ખીજ ઠાલવવી - ગુસ્સો કરવો
  15. ખુલ્લાં મને - હળવાશથી
  16. ખૂણામાં નાખવું - બેદરકારીથી બાજુમાં મૂકવું
  17. ખોડો કાઢવો - મોટી હાની પહોંચાડવી
  18. ખોબો કાણો હોવો - ગરીબાઈ હોવી
  19. ખો ભૂલી જવી - કુટેવ છૂટી જવી
  20. ખોટું લાગવું - માઠું લાગવું, દુઃખ થવું
  21. ખોટ પડવા ન દેવી - ઓછપ ન આવવા દેવી
  22. ખોળો પાથરવો - કરગરવું 
  23. ખંખેરી નાખવું - ધમકાવવું
  24. ખંડન કરવું - રદ કરવું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...