ગુરુવાર, 5 માર્ચ, 2020

"ગ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "ગ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે....
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. ગજ ગજ છાતી ફૂલવી - ખૂબ ગર્વ અનુભવવો
  2. ગણેશ માંડવા - આરંભ કરવો
  3. ગરજ સારવી - જરૂરિયાત પૂરી થવી
  4. ગરદન મારવી - ભારે નુકશાન કરવું
  5. ગળે ડૂમો ભરાવવો - લાગણીવશ થઈ રડી પડવું
  6. ગળે પડવું - સામી વ્યક્તિ પર આરોપ મૂકવો
  7. ગળે વાત ઉતારવી - વાત જલદીથી સમજાવવી
  8. ગળામાં જીભ ઘાલવી - બોલતું અટકવું
  9. ગળામાં ટાંટીયા નાંખવા - અવળું ચોટવું.
  10. ગળી જવું - અંદર લઈ જવું
  11. ગાજર ખાવાં - આંધળીયા કરી કૂદી જવું
  12. ગાંઠ કરવી - પૈસા ભેગા કરવા
  13. ગાંઠનું ગોપીચંદન કરવું - પોતાના પૈસે પોતાને નુકસાન થવા દેવું 
  14. ગાંઠનો ખીચડો ખાઈને - પોતાના ધનમાંથી ખર્ચ કરીને
  15. ગાડું ગબડવું - ભારે તકલીફથી જીવન વ્યવહાર ચલાવવો
  16. ગાલે તમાચો મારી મોં લાલ કરવું - સુખી હોવાનો દેખાવ કરવો
  17. ગાળ મીઠી લાગવી - અપશબ્દ કહે એનું માઠું ન લાગવું
  18. ગોઠી જવું - ફાવટ આવવી
  19. ગોદમાં લેવું - સંભાળ કે રક્ષણ તળે લેવું
  20. ગોળનું ગાડું મળવું - વહાલું કે ઉપયોગી માણસ મળવું
  21. ગોળના પાણીયે નહાવું - છેતરાવું
  22. ગુડાં ભાંગી જવા - હિંમત જતી રહેવી 
  23. ગુસ્સો પીવો - ખામોશી રાખવી
  24. ગંગા નાહ્યા - નિરાંત અનુભવવી
  25. ગંધ આવવી - બાતમી મળવી
  26. ગ્રંથિ જાહેર થઈ જવી - ગેરસમજની ખબર પડી જવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...