ગુરુવાર, 5 માર્ચ, 2020

"છ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો

આ પોસ્ટમાં તમને "છ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત

  1. છક્કા છૂટી જવા - અત્યંત ગભરાઈ જવું
  2. છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવું - મરણતોલ ઘા મારવો
  3. છણકો કરવો - ગુસ્સામાં આવી કોઈને તરછોડવું
  4. છળી મરવું - ચોંકી જવું
  5. છાણે વીંછી ચડાવવો – ઉશ્કેરવું, ચડાવવું
  6. છાતી કુટવી - પસ્તાવો કરવો
  7. છાતી ઠોકીને કહેવું - હિમંતપૂર્વક/વિશ્વાસપૂર્વક કહેવું
  8. છાતીથી અળગી ન કરવી - નજર આગળથી દૂર ન કરવી
  9. છાતી ફુલાવવી - ગર્વ કરવો
  10. છાતી બળવી - અદેખાઈ કે દયા આવવી.
  11. છાતી બેસી જવી - હિંમત ગુમાવવી
  12. છાપરે ચડવું - ખૂબ ફુલાઈ જવું
  13. છાપેલું કાટેલું - નામચીન હોવું
  14. છુટકારો થવો - મુક્તિ મળવી
  15. છૂટી જવું - પોતાની જવાબદારીમાંથી મુક્ત થવું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો

આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...