આ પોસ્ટમાં તમને "ર" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
- રજનું ગજ કરવું - વધારીને વાત કરવી
- રમણે ચડવું - મસ્તીમાં આવી જવું
- રસ પડવો - મજા આવવી , જાણવાની ઈચ્છા થવી
- રસાતાળ જવું - તદ્દન ભાંગી જવું
- રસ્તો કરી જવો - ઉપાય શોધવો
- રહ રહ રોવું - ધ્રૂસકે ધ્રૂસકે રડવું
- રામબાણ વાગવાં - અનુભવની ઘેરી અસર થવી
- રામરામ સમજવા - નક્કી મૃત્યુ આવવું
- રેવડી દાણાદાર કરવી - ખૂબ જ બેઆબરૂ કરવું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો