આ પોસ્ટમાં તમને "પ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ત, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ર, લ, વ, શ, સ, હ, શ્ર,
અન્ય લિંક્સ
- પગ ઉપાડવા - ઝડપથી ચાલવું
- પગ ઉપર ઊભા રહેવું - જાતે જીવનનિર્વાહ કરવો
- પગ નાચવા - અતિશય આનંદ થવો
- પગ ઘસવા - નાહક મથી મરવું
- પગ છોડવા - પગ મોકળો કરવા
- પગ ધોઈને પીવા - ઘણો ઉપકાર સ્વીકારવો
- પગ ભાંગવા - હતાશ થવું, હિમ્મત ખુટી જવી
- પગરણ માંડવા - શરૂઆત કરવી
- પડતું મૂકવું - બાજુ પર મૂકવું
- પડ્યો બોલ ઝીલવો - આજ્ઞાનું પાલન કરવું
- પત રાખવી - ટેક આબરૂ રાખવી
- પરસેવો વછૂટી જવો - ગભરામણ થવી
- પરાધીનતા ભોગવવી - લાચારી સહેવી
- પ્રતિજ્ઞા લેવી - શપથ લેવા
- પત્તો ન ખાવો - ગોઠવાઇ ન શકવું
- પનારે પડવું - માથે પડવું, ફરજિયાતણે જવાબદારી ઉપાડવી
- પંથ કાપવો - રસ્તે આગળ વધવું
- પલળી જવી - ભીની થઈ જવી
- પાઘડી બંધાવવી - ઈનામ કે સરપાવ આપવો, શાબાશી આપવી
- પાછા ફરવું - પીછેહઠ કરવી
- પાછી પાની કરવી - પાછા હઠવું
- પાઠ આપવો - બોધ કે સંદેશો આપવો
- પાણીચું આપવું - બરતરફ કરવું
- પાણીના મૂલે – ખૂબ સસ્તામાં
- પાણી ફરી વળવું - નકામું જવું, આબરૂનો નાશ કરવો
- પાણી વલોવવું – ફોગટ ફાંફાં મારવાં
- પારાયણ કર્યા કરવી - રટણ કર્યા કરવું
- પારોઠના પગલાં ભરવાં - પલાયન થઈ જવું
- પાશ ફેંકવો - ગળામાં ગાળિયો નાખવો
- પાશેરામાં પહેલી પૂણી - શરૂઆત હોવી
- પાંખમાં ઘાલવું - આશરો આપવો
- પીઠ દેવી - જે તે સ્થાનેથી ચાલ્યા જવું
- પેટનું પાણી ના હલવું - કશી અસર ન થવી
- પેટનો ખાડો પૂરવો - જીવનનિર્વાહ કરવો
- પેટ પર છરી મૂકવી - કમાણી છોડાવવી, જીવ જોખમમાં નાખવો
- પેટ પર પાટું મારવી - આજીવિકાનું સાધન છીનવી લેવું
- પેટમાં ખાડા પડવા - ખૂબ ભૂખ લાગવી
- પેટમાં તેલ રેડાવું - બળતરા થવી, ઈર્ષ્યા થવી
- પેટમાં પેસીને નીકળવું - બીજાની છુપી વાત જાણી લેવી
- પેટમાં ફાળ પડવી – ચિંતા થવી.
- પેટનું પાણી ન હાલવું - કશી અસર ન થવી
- પેટે પાટા બાંધવા - ભૂખમરો વેઠી આબરૂ સાચવવી, ખુબજ દુઃખ વેઠવું
- પેંગડામાં પગ ઘાલવો - ની બાબતમાં બરોબરી કરવી
- પૈસાની છોળ રેલાવી - ખુબ જ પૈસા હોવા
- પૃથ્વી રસાતળ જવી - ભારે હાહાકાર મચી જવો