ગુજરાતી રૂઢિપ્રયોગો
નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું Lankesh85 માં. તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો.. આ બ્લોગની ખાસિયત એ છે કે અહી તમને કક્કાવાર અલગ અલગ રીતે ગુજરાતી રૂઢિપ્રયોગો મળી રહેશે...આશા કરું છું આપને મારો આ પ્રયાસ પસંદ આવે. જય ભારત
મંગળવાર, 7 નવેમ્બર, 2023
ગુરુવાર, 5 માર્ચ, 2020
"શ્ર"જોડાક્ષરથી શરૂ થતાં રૂઢિપ્રયોગો
આ પોસ્ટમાં તમને "શ્ર" જોડાક્ષરથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
- શ્રાવણ-ભાદરવો શરૂ થવા - ચોધાર આંસુડે રડવું
"હ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો
આ પોસ્ટમાં તમને "હ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
- હજામત કરવી - નકામા કામ પાછળ સમય બગાડવો
- હથેળીમાં ચાંદ બતાવવો - છેતરવું, ખોટી આશાઓ આપવી
- હરખ પદુડા થવું - વાત વાતમાં હરખાઈ જવુ
- હલ્લો કરવો - હુમલો કરવો, ગુસ્સો કરવો
- હાકાવાકા થઈ જવું - બેબાકળા થઈ જવું
- હાથ દેવો - સહારો આપવો, હૂંફ આપવી
- હાથ લાંબા હોવા - સામથર્ય હોવું
- હામ ન હોવી - હિમંત ન હોવી
- હાલ્લાં હડિયું કરવાં - ખાવાના સાંસા પડવા
- હિંમત ન ચાલવી - વિશ્વાસ ન રહેવો
- હિમંત ખોવી - નિરાશ થવું
- હિંડોળાખાટે ઝૂલવું -સુખ સાહ્યબીમાં રાચવું
- હૈયું કકળી ઉઠવું - હૃદયમાં દુઃખ થવું
- હૈયું ખાલી કરવું - મનનો ઉભરો ઠાલવવો
- હૈયા ફુટલ હોવું - કાચા કાનનો હોવું, મૂર્ખ હોવુ, બેવકુફ હોવું
- હૈયામાં સમાવવો - હૃદયમાં ઉતારવો
- હૈયું ભરાઈ આવવું - દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું
- હૈયે ટાઢક વળવી - હૈયામાં શાંતિ થવી
- હોંકારો દેવો - સ્વીકૃતિ દેવી
- હૃદય ખોલવું - મનની વ્યથા કોઈને કહેવી
- હૃદય છલકાઈ જવું - આનંદિત થઈ ઊઠવું
- હૃદય ભરાઈ આવવું - શોકની લાગણીથી ડૂમો ભરાવો
- હૃદય સાથે ચાંપવુ - આલિંગન દેવું
"સ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો
આ પોસ્ટમાં તમને "સ"વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
- સગેવગે થઈ જવું - આઘા પાછા થઈ જવું
- સપનું પૂરું ન કરી શકવું - ઈચ્છા પૂરી ન કરી શકવી
- સત્તર પંચા પંચાણું - અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
- સ્નેહને ઝૂલે ઝુલાવવું-સ્નેહ, પ્રેમથી પાલન કરવું
- સમસમી જવું - ધુંધવાઇ જવું,ચૂપચાપ દુઃખ સહન કરવું
- સરપાવ આપવો - ઇનામ આપવું
- સ્વર્ગવાસ થવો - મરણ પામવું
- સ્વપ્ન ફળવું - ઈચ્છા પૂરી થવી
- સળી કરવી - અટકચાળું કરવું
- સંકટ સમયની સાંકળ વાપરવી - મુશ્કેલીના સમયે ઉપયોગ કરવો
- સંગ્રામ ખેલવો - લડાઇ લડવાનો જવું
- સંઘરી રાખવું - એકઠું કરી રાખવું
- સાડીબાર ન રાખવી - જવાબદારી ન લેવી
- સાત ગળણે ગાળવું - સારી પેઠે બધી બાજુએથી જોવું
- સાદ ફાટી જવો - અવાજ તરડાઈ જવો
- સાદ સંભળાવો - બૂમ સંભળાવી, અવાજ સંભળાવો
- સારાં-મોળાં ઓહાણ આવવાં - સાચા-ખોટા વિચાર આવવા
- સીસામાં ઉતારવું - ભોળવીને ફસાવું
- સૂગ હોવી - ચીતરી ચડવી, ચીડ ચઢવી
- સો ગળણે ગાળવુ - ખૂબ વિચારીને નિર્ણય લેવો
- સોંસરવું નીકળવું - મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું
- સોડ તાણી સૂવું - મરી જવું
- સોડમાં લપાવું - ગોદમાં આશરો લેવો
"શ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો
આ પોસ્ટમાં તમને "શ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
- શક્તિ લુપ્ત થઇ જવી - હિંમત ન હોવી
- શરમ ભરવી - માન રાખવું
- શરસંધાન કરવું - લક્ષ્યને સાધવું
- શિખરો સર કરવાં - સફળતા પ્રાપ્ત કરવી
- શેર લોહી ચઢવું - આનંદિત થવું
- શેર સૂંઠ ખાવી - પૂરી તાકાત હોવી
- શોકના વાદળ છવાઈ જવાં - ખુબ જ શોકમગ્ન થઈ જવું
- શોર્ય જાગવું - શુરાતનનો જુસ્સો ચડવો
"વ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો
આ પોસ્ટમાં તમને "વ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
- વટ પડી જવો - મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા
- વહારે ચડવું - મદદે આવવું
- વહારે ધાવું - મદદે આવવું, સહાય કરવાં આગળ આવવું
- વહાણા વાઈ જવા - સમય જતો રહેવો
- વહેમ રમ્યા કરવો - સતત શંકા થવી
- વળ રાખવો - અંટસ રાખવી
- વળે વળ ઉતારવો - બંધ બેસતી ગોઠવણી કરવી
- વાણી ખોવાઈ જવી - મૌન થઇ જવું, કંઈ
- વાતે વળગવું - વાતો કરવામાં વ્યસ્ત રહેવું
- વાદળ તૂટી પડવું - મુસીબતો સામટી આવી જવી
- વારી જવું - ફિદા થઈ જવું
- વાવડ ઉતરી આવવા - સમાચાર મળવા
- વાર્યા ન વરવું - સમજાવવા છતાં ન માનવું
- વાયુ થઈ જવું - આંતરડામાં વાયુનો ગોળો ચડવો
- બોલવાનું ન સૂઝવું
- વાંકુચૂકું ન પાડવું - માઠું ન લગાડવું
- વિદાય લેવી - જવા માટે છુટા પડવું
- વીલા મોઢે - ઉદાસ ચહેરે
- વિષાદ ડોકાવો - ગભરામણ દેખાવી
- વેઠે જ ઉપાડી લેવા - મંજુરી કરવા લઇ જવા
- વેઠ ઉતારવી - જવાબદારીમાંથી છૂટવું
"લ"થી શરૂ થતાં રૂઢિપ્રયોગો
આ પોસ્ટમાં તમને "લ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે...
આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લેતા રહેવાં વિનંતી...જય ભારત
- લક્ષ્યાંક પર પહોંચવું - અંતિમ લક્ષ્ય કે ઉદ્દેશ સુધી પહોંચવું
- લપડાક ચોડી દેવી - તમાચો મારી દેવો
- લમણાંમાં રહી જવું - યાદ રહી જવું
- લાગમાં આવવું - તક મળવી
- લાડ લડાવવા - અતિશય વહાલ કરવું
- લીલી સૂકી જોવી - સુખ દુઃખ જોવું
- લોઢાના ચણા ચાવવા - મુશ્કેલ કાર્ય કરવું
- લોભેલોભે આવવું - કઇંક મેળવવાની આશા રાખવી
- લોહી ચૂસવું - આર્થિક શોષણ કરવું
- લોહીનાં આંસુ પાડવાં - અતિ દુઃખ થવું
- લોહીનું પાણી કરવું - સખત મહેનત કરવી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
"થ" થી શરૂ થતાં રૂઢીપ્રયોગો
આ પોસ્ટમાં તમને "થ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત લ...
-
આ પોસ્ટમાં તમને "ક" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે.... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલાકાત...
-
આ પોસ્ટમાં તમને "જ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલા...
-
આ પોસ્ટમાં તમને "ચ" વર્ણથી શરૂ થતાં રૂઢીપ્રયોગો મળી રહેશે.... આ પોસ્ટ પર હું રોજ નવા નવા રૂઢી પ્રયોગો ઉમેરતો રહું છું તો મુલા...